No matter what stains are on the clothes, this home remedy will make it disappear in just ten minutes કપડાં પર ભલે ગમે તેવા ડાઘ લાગ્યાં હોય,આ ઘરેલુ ઉપાય કરવાથી માત્ર દસજ મિનિટમાં ગાયબ થઈ જશે,જાણીલો ફટાફટ

કપડાં પર ભલે ગમે તેવા ડાઘ લાગ્યાં હોય,આ ઘરેલુ ઉપાય કરવાથી માત્ર દસજ મિનિટમાં ગાયબ થઈ જશે,જાણીલો ફટાફટ.
No matter what stains are on the clothes, this home remedy will make it disappear in just ten minutes.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો
દરેક લોકો પોતાના જીવનમાં સ્ટાઇલિસ કપડાં પહેરીને સુંદર દેખાવા માંગતા હોય છે.જો તમારા કપડાં સારા હોય તો લોકો તમને ખૂબ આદર આપતા હોય છે પરંતુ જો તમે કપડાં ફાટેલા પહેરીને જાવ તો તમને કોઈ બોલાવતું પણ નથી.પરંતુ આ કપડાં પર જો કોઈ ડાઘ પડી જાય તો તેને દૂર કરવા માટે ઘરની સ્ત્રીઓ ઘણી મહેનત કરતી હોય છે.આ ડાઘ દૂર કરવા માટે મહિલાઓ કપડાને કેમિકલ યુક્ત પાવડરનો ઉપયોગ કરીને કપડાંના કાપડને ખરાબ કરે છે.દાગ વાળા કપડા પહેરવા થી સામે વાળા વ્યક્તિ ના મન મા ખરાબ છાપ ઊભી થાય છે. મોઘા કપડા પહેરેલ હોવા છતા ડાઘ લાગે તો આપણે ને તે પહેરવા ગમતા નથી.
તમે જ્યારે કોઈના લગ્નમાં જમવા માટે ગયા હોય અથવા ઘરમાં જમતા હોય અને તે સમયે શાક અથવા તેલના ડાઘ પડી જતા હોય છે જેના કારણે આવા કપડા ને ફેકી દેવા પડે છે. આવા કપડા ના ડાઘ કાઢવા અલગ-અલગ પ્રયોગ કરાય છે. પણ જો ડાઘ ન જાય તો તેને વારંવાર ધોવા થી તેના દોરા નબળા પડે છે તેમજ કલર ઊડી જાય છે. જો આવા કપડા પર ડાઘ લાગ્યો હોય તો તે દુર કરવા અને કલર બચાવવા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે.
કપડા ના ડાઘ કાઢવાના ઉપાયો.
શર્ટના કોલર વધારે મેલા થઈ ગયા હોય, તો શર્ટ ધોતાં પહેલાં એના કોલર પર થોડું શેમ્પૂ લગાડો. આવું કરવાથી મેલ અને ચીકાશ જલ્દી સાફ થઈ જાય છે.કપડાં પરથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે એને ધોતી વખતે પાણીમાં બે-ત્રણ એસ્પિરિનની ગોળીઓ નાખી દો. એનાથી પરસેવાના ડાઘ તરત જ દૂર થઈ જશે.દાંત સાફ કરવા વપરાતી ટ્યુબ થી આ ડાઘ સરળતા થી દુર કરી શકાય છે. પહેલા તો જ્યા ડાઘ હોય તે કપડા પર ટ્યુબ લગાવવી અને સુકાયા બાદ તેને સાફ કરી લેવી. આ ઉપરાંત નેલ પોલિસ ને દુર કરવા વપરાતા દ્રવ્ય થી પણ આ ડાઘ દુર થાય છે. ડાઘ વાળી જગ્યા પર થોડુ આ દ્રવ્ય લગાવી ઘસ્યા બાદ પાણી થી ધોઈ લેવુ. ડાઘ નઈ રહે.
કપડાં પર ચ્યુઇંગમ ચીપકી જાય તો એની પર ઈંડાની સફેદી લગાવીને થોડીક વાર સુધી રહેવા દો. થોડીવાર પછી ચ્યુઇંગમ એની મેળે નીકળી જશે.સફેદ કપડાંને સારી રીતે સાફ કરવા હોય તો, એને ગરમ પાણીમાં જ પલાળો.ખાવા મા ઉપયોગી એવા દહી ના પ્રયોગ થી પણ ડાઘ દુર થાય છે. તેના માટે વાટકી મા થોડુ દહી લઈ ડાઘ પડેલા ભાગ ને તેમા બોળી રાખવુ અને તેને હળવે હાથે ઘસવુ. ધીમે-ધીમે ડાઘ દુર થશે. જો તમારા કપડા પર બોલપેન ની સ્યાહી ના ડાઘ લાગ્યા હોય તો તે મીઠા ની મદદ થી સરળતા થી દુર કરી શકાય છે. પણ તેનો પ્રયોગ તરત જ કરવાથી આ ડાઘ દુર થાય છે.
સફેદ કપડાંને ડાઘ પડયો હોય, તો તેને થોડા પાણીમાં બ્લીચિંગ પાઉડર નાખીને દોઢ-બે કલાક પલાળવાથી કપડાંના ડાઘ નીકળી જાય છે, અને કપડાં ચમકી ઊઠે છે.જો કપડાં પર ચાના ડાઘ પડી ગયા હોય તો ચાના ડાઘ પર રાત્રે ગ્લીસરિન લગાવીને રહેવા દો. સવારે પાણીથી ધોઈ નાંખો. ડાઘ જતા રહેશે.આપણે રોજ ઉપયોગ મા લેતા દુધ ની મદદ થી પણ ડાઘ દુર કરી શકાય છે. રાત્રે દુધ મા પલાળી રાખી બીજા દિવસે તેને કપડા ધોવા ના પાઉડર થી ધોઈ લેવા. તેમજ દુધ ની સાથે કોર્ન સ્ટાર્ચ ભેળવી ને તેને કપડા પર ડાઘ ની જગ્યા પર લગાવવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ધોઈ લેવુ. આ ડાઘ નીકળી જશે.
જો ડાઘ સામાન્ય હોય તો તેને નવશેકા પાણી થી પણ કાઢી શકાય છે. આખી રાત એક પાત્ર મા ગરમ પાણીમા આ ડાઘ લાગેલ કપડા ને બોળી રાખવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ઘસવુ. આ ઉપરાંત તમે ખાવા ના સોડા નો પ્રયોગ તેલ ના ડાઘ દુર કરવા થાય છે. થોડા પાણી મા આ સોડા નાખી એક પેસ્ટ બનાવી ડાઘ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.
બેબી પાવડર તથા ટેલ્કમ પાવડરની મદદથી પણ તમેં તેલના દાગને દૂર કરી શકો છો. જ્યાં તેલ લાગી ગયું છે તે જગ્યા પર પાવડર લગાવવામાં કંજૂસી ન કરતા પાવડર લગાવો. અને દાગને પાવડરથી બરાબર રીતે કવર કરી દો હવે તેલ પાવડરને શોષવાનું શરૂ કરી દેશે.તેલ જેવા હઠીલા ડાઘ દુર કરવા માટે ચહેરા પર લગાવવા મા આવતા પાઉડર નો ઉપયોગ કરી દુર કરી શકાય છે. પાઉડર તેલ ને શોષી લેવા નુ કામ કરે છે. આ પાઉડર ને અડધી કલાક ડાઘ પર રહેવા દઈ બ્રશ ની સહાયતા થી દુર કરો.
અને પાણી થી ધોઈ લો. ધીમે-ધીમે ડાઘ દુર થઈ જાશે. તો આ પ્રમાણે તમે તમારા કિમતી કપડા પર ના ડાઘ અને ધાબા દુર કરી શકો છો.કપડાંં પર લાગેલ હોળીના કલરને દૂર કરવા માટે વાસણ ઉટકવાના સાબુની મદદથી ધોવો. તેના માટે રંગ લાગેલા કપડાંંને ડીશવોશ બારથી ધોવો અને થોડી વાર તેને તેમનું તેમ રાખી મૂકો. થોડી વાર પછી પાણી વડે કપડાંંને સાફ કરી લો. અને બધો રંગ દૂર થઇ જાશે.
Post a Comment (0)
Previous Post Next Post